પાટણ2 મે, 2025
પાટણ ડીડીઓ એ UPSC ની પરીક્ષા પાસ કરનાર જિલ્લાના બે વિદ્યાર્થીઓને સન્માનિત કયૉ

જિલ્લા માટે ગૌરવની ક્ષણ, સમગ્ર જિલ્લાને આમાંથી પ્રેરણા મળશે : ડીડીઓ, વર્ષ ૨૦૨૪ માં લેવાયેલ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં પાટણ જિલ્લાના બે વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થઈ સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. જિલ્લામાં એવું પ્રથમવાર બન્યું છે કે એક સાથે બે વિદ્યાર્થીઓ એ સિવિલ સર્વિસ પરીક્ષામાં મેદાન માર્યું હોય. આ બે વિદ્યાર્થીઓમાંથી સમગ્ર જિલ્લો પ્રેરણા મેળવી શકે એવા શુભ આશયથી જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલે જિલ્લા વહીવટી તંત્ર વતી ગુરુ
વારે બંને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો આદર સત્કાર અને સન્માન કાર્યક્ર્મ યોજયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ આ બંને વિદ્યાર્થી વિપુલ ચૌધરી અને અંકિત વાણિયાનું મોમેન્ટો આપી,શાલ ઓઢાડી સન્માન કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવી તેમની સાથે સંવાદ કર્યો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીર પૂરાના વતની વિપુલ ચૌધરીએ યુપીએસસી પરીક્ષા ૨૦૨૪માં ઓલ ઇન્ડિયામાં ૩૪૮ મો રેન્ક અને પાટણ તાલુકાના કુણઘેર ગામના અંકિત વાણિયાએ ઓલ ઇન્ડિયામાં ૬૦૭ મો રેન્ક મેળવ્યો છે.
આ બંન્ને વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાથી ધોરણ દસ સુધીનો અભ્યાસ સરકારી શાળામાં અને ત્યારબાદનો અભ્યાસ પણ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજમાં કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે પાટણ જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ છે.આ બંને વિદ્યાર્થીઓ નાનકડા ગામમાંથી અને કોઈપણ જાતની સુવિધાઓ વિના આ કક્ષાએ કઇ રીતે પહોંચ્યા એ જાણી જિલ્લાના અન્ય યુવાઓ પણ પ્રેરણા મેળવી શકે એવા આશય થી આ સત્કાર સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
યુપીએસસી પરીક્ષા ૨૦૨૪માં ઓલ ઇન્ડિયામાં ૩૪૮ મો રેન્ક મેળવનાર વિપુલ ચૌધરીએ જણાવ્યું કે મને ઘણી નિષ્ફળતા મળી, પણ હિંમત ન હાર્યો, હું ચોથા પ્રયત્ને યુપીએસસી પરીક્ષામાં પાસ થયો. તમે શા માટે સિવિલ સર્વિસમાં જોડાવા માંગો છો જો એ વિઝન કલિયર હોય તો સફળતા ચોક્કસ મળે છે. સિસ્ટમની ખામીઓ શોધવા કરતા સિસ્ટમમાં સામેલ થવાનું વિચારી મે સિવિલ સર્વિસમા જોડાવવાનું નક્કી કર્યું. તમને જેનું પેશન હોય એને વળગી રહેજો તો સફળતા ચોક્કસ મળશે.
યુપીએસસી પરીક્ષા ૨૦૨૪માં ઓલ ઇન્ડિયામાં ૬૦૭ મો રેન્ક મેળવનાર અંકિત વાણિયાએ કહ્યું કે મારી શૈક્ષિણક કારકિર્દી સરકારી શાળાઓમાં જ પૂર્ણ થઇ છે. સરકારી લાયબ્રેરીમાં અને ત્યારબાદ સ્પીપા અમદાવાદમાં તૈયારી કરી. મારું સ્વપ્ન ન હતું, કે હું ક્યારેય યુપીએસસી પરીક્ષા આપીશ કે પાસ કરીશ. મે શરૂઆત સિનિયર ક્લાર્કથી કરી ત્યારબાદ ચીફ ઓફિસર તરીકે નોકરી કરી.જે દરમિયાન કલેકટરઅને ડીડીઓના પરિચયમાં આવતાં મને સિવિલ સર્વિસમાં જોડાવવાનું મન થયું અને ચીફ ઓફિસરની નોકરી છોડી મહેનત કરી. સંસાધનોનો અભાવ જેવી બાબતોને મનમાં રાખવી નહિ, ખંત, લગન અને સમર્પણથી મહેનત કરો તો સફળતા ચોક્કસ મળે છે તેવું તેઓએ જણાવ્યું હતુ.
ટેગ્સ:#Patan district#District Development Officer#Youth Empowerment#Local Talent#student achievements#academic success#Civil Services#UPSC Examination 2024#Education and Inspiration#Government Schools#Felicitation Ceremony#Community Recognition#Motivation and Determination#Public Service Aspiration#Role Models
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
19 કલાક પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
2 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
3 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
3 દિવસ પહેલા
