રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ કોન્ટ્રાક્ટર એસો.દ્વારા બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવ વધારા મામલે કલેક્ટરને આવેદન આપ્યું

પાટણ કોન્ટ્રાક્ટર એસો.દ્વારા બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવ વધારા મામલે કલેક્ટરને આવેદન આપ્યું

કોન્ટ્રાક્ટર એસો.એ પેનલ્ટી વગર સમય મર્યાદા વધારવા અને મુલાકાત માટે સમય માગ્યો

વૈશ્વિક સ્તરે સર્જાયેલા ખાડી યુદ્ધના કારણે નિર્માણ સામગ્રીના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ગુજરાત સહિત પાટણના વિકાસ કાર્યો અટક્યા છે.ખાસ કરીને બીટુમીન, સ્ટીલ, સિમેન્ટ અને પેટ્રોલિયમ પેદાશોમાં થયેલા તોતિંગ ભાવવધારા સામે પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશને સરકાર સામે રજૂઆત કરી છે. પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું.કે ટેન્ડર ભરતી વખતના એસ.ઓ.આર. અને વર્તમાન બજાર ભાવ વચ્ચે મોટું અંતર સર્જાતા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આર્થિક રીતે અશક્ય બન્યા છે.જો સરકાર દ્વારા તાત્કાલિક ભાવ તફાવત નહીં ચૂકવાય,તો રાજ્યના રોડ, બ્રિજ અને બિલ્ડિંગના કામો અધવચ્ચે અટકી જશે. આ સ્થિતિ લાખો શ્રમિકોની રોજગારી પર પણ જોખમ ઊભું કરી શકે છે. કોન્ટ્રાક્ટરોએ પેનલ્ટી વગર સમય મર્યાદા વધારવા અને મુલાકાત માટે સમય માંગ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર