રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણ શંકાસ્પદ લાલ ચટણીનો ૬૭૮ કિલોગ્રામ જથ્થો FDCA દ્વારા સીઝ

પાટણ શંકાસ્પદ લાલ ચટણીનો ૬૭૮ કિલોગ્રામ જથ્થો FDCA દ્વારા સીઝ

ખાદ્ય સલામતીના હિતમાં તંત્રની કાર્યવાહી : નમૂનો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયો : પેઢીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવાઈ

નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), પાટણ દ્વારા જિલ્લામાં ખાદ્ય પરિસરોની નિયમિત તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

આ કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસર કુ.એલ. એન.ફોફ દ્વારા પાટણ શહેરના જૂનાગંજ બજાર, પોલીસ ચોકીની પાછળ, હનુમાન મંદિર પાસે આવેલ મે.તન્ના ટ્રેડર્સ ખાતે તપાસ હાથ ધરવામાંઆવી હતી. તપાસ દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલી લાલ ચટણી શંકાસ્પદ જણાતાં, જવાબદાર વ્યક્તિ  રાજ હરેશભાઈ મોદી પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ પૃથ્થકરણ માટે તેનો નમૂનો લેવામાં આવ્યો હતો. નમૂનો લીધા બાદ સ્થળ પર ઉપલબ્ધ આશરે ૬૭૮ કિલોગ્રામ શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો, કિંમત રૂ. ૨૦,૩૪૦ તંત્ર દ્વારા સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન લેવામાં આવેલ નમૂનો નિયમોનુસાર લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. લેબોરેટરી પરીક્ષણનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

આ ઉપરાંત,પેઢીને સ્વચ્છતા તથા જરૂરી સુધારાત્મક પગલાં લેવા અંગે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ (Improvement Notice) પણ પાઠવવામાં આવી છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,પાટણ દ્વારા જિલ્લાના તમામ ખાદ્ય વ્યવસાયકારો અને વેપારીઓને ખાદ્ય સલામતીના ધોરણોનું કડક પાલન કરવા, સ્વચ્છતા જાળવવા તથા માત્ર ગુણવત્તાસભર અને સલામત ખાદ્ય પદાર્થોનું જ વેચાણ કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું ન થાય તે માટે તંત્ર દ્વારા આવી તપાસ અને કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર