બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી

જીલ્લાના અનેક સ્થળો પર શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા
બ્રહ્મ સમાજના યુવકો કેશરી સાફામાં સજ્જ; બનાસકાંઠા જિલ્લામાં પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતી ને લઇ શોભાયાત્રા નીકળી હતી. વહેલી સવારે અનેક સ્થળો પર આરતી બાદ પરશુરામ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શહેરો સહિત આજુબાજુ ગામડાઓમાં વસતા બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. શહેરો ની જુદી જગ્યાએ શોભાયાત્રા ફરી હતી. જેમાં બ્રહ્મ સમાજના યુવકો કેશરી સાફામાં સજ્જ બની શોભાયાત્રામાં જોડાતા આકર્ષણ જમાવ્યું હતું અનેક સ્થળો પર ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો એ લાભ લીધો હતો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત વિવિધ શહેરોમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ ને લઇ અનેક કાર્યક્રમો થયા હતા.
ટેગ્સ:#Banaskantha District#Religious Celebrations#Community Participation#Local Traditions#Hindu Festivals#Spiritual Events#Festival Activities#Parashuram Jayanti#Brahmo Samaj#Cultural Processions#Saffron Attire#Food Offerings#Inter-community Engagement#Youth Involvement#Worship and Aarti
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
3 દિવસ પહેલા
