રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી

સિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી

સિદ્ધપુર તાલુકા પંચાયતની ૧૮સહેસા બેઠકના સદસ્ય ક્રિષ્ણાબેન વિજુસંગ ઠાકોરને ત્રણ સંતાનો હોવાથી ગેરલાયક ઠેરવી પદ ખાલી કરાયું છે. પાટણ જિલ્લા વિકાસ અધિકારી સી. એલ.પટેલે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ હેઠળ આ આદેશ આપ્યો છે. ક્રિષ્ણાબેન ૨૦૨૬ની ચૂંટણીમાં ચૂંટાયા હતા. રોહિતજી બાલસંગજી ઠાકોરે ત્રણ સંતાનો હોવા છતાં ચૂંટણી ફોર્મમાં ખોટી માહિતી આપ્યાની ફરિયાદ કરી. અધિનિયમ મુજબ, ૦૪/૦૮/૨૦૦૫ પછી બેથી વધુ સંતાનો ધરાવનાર વ્યક્તિ સભ્ય તરીકે ગેરલાયક ઠરે છે.

તપાસમાં ત્રણ સંતાનોના જન્મ પ્રમાણપત્રો મળ્યા. જેમાં જયદિપસિંહ (૧૫/૦૮/૨૦૧૩, મહેસાણા), ખુશીબેન (૨૭/૧૨/૨૦૧૪, કાકોશી) અને જાન્વી (૧૫/૧૨/૨૦૨૦) તપાસમાં ત્રણ સંતાનોના જન્મ પ્રમાણ પત્રો મળ્યા સદસ્યએ ત્રીજા સંતાનને જેઠ દલાજી ઠાકોરને દત્તક આપ્યાનું જણાવ્યું, પણ કાયદા મુજબ જન્મ આપનાર માતા-પિતા માટે દત્તક આપેલું બાળક બાકાત ગણી શકાય નહીં.

DDO સમક્ષ સુનાવણીઓ થઈ, જેમાં સદસ્ય હાજર રહ્યા ન હતા. તમામ પુરાવા અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈને DDO એ ક્રિષ્ણાબેનને સદસ્ય પદેથી ગેરલાયક ઠેરવી તેમનું પદ ખાલી જાહેર કરતો આદેશ કર્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર