રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર પશ્ચિમ પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ત્રણ મોટર સાયકલ મૂળ માલિકને પરત કર્યા

પાલનપુર પશ્ચિમ પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ત્રણ મોટર સાયકલ મૂળ માલિકને પરત કર્યા

માલિકોને ગણતરીના કલાકોમાં જ પોતાના ચોરી થયેલા મોટર સાયકલ મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો. પાલનપુર તેમજ અન્ય શહેરમાંથી ચોરી થયેલા મોટર સાયકલ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવતા મોટર સાયકલના માલિકોએ પોલીસનો આભાર માન્યો હતો. રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડો. જે.જે.ગામીતના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ કે.એચ.બિહોલાએ ટીમ સાથે પાલનપુર તેમજ અન્ય વિસ્તારમાંથી ચોરી થયેલા છ મોટર સાયકલો શોધી કાઢ્યા હતા.જેમાંથી ત્રણ મોટર સાયકલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. જેથી મોટર સાયકલના માલિકોને ગણતરીના દિવસોમાં જ તેમના ચોરી થયેલા મોટર સાયકલો પોલીસે શોધી કાઢતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આ અંગે એક મોટર સાયકલના માલિકે જણાવ્યું હતું કે અમારી મહેનતની કમાણીમાંથી લાવેલું મોટર સાયકલ ચોરી થઈ ગયું હતું .જેની જાણ પશ્ચિમ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી અમારા મોટર સાયકલ અમને પરત અપાવ્યા છે. જેથી અમે પોલીસનો જેટલો આભાર માનીયે તેટલો ઓછો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર