રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા9 જાન્યુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવાયા

પાલનપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવાયા
બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર શહેર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા દ્વિ-ચક્રીય વાહન લઇને જતા લોકોને પતંગની દોરીથી બચાવવા માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં માર્ગ સુરક્ષા માસની ઉજવણીમાં રોડ ઉપર સર્જાતા અકસ્માતો ને અટકાવવા અને વાહન તાલુકો જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરીથી દ્વિ-ચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાના કિસ્સાઓ બનતા હોય છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.જાડેજા અને પાલનપુર શહેર ટ્રાફિક પી.એસ.આઇ એચ.પી. દેસાઈની ટીમે  પાલનપુર શહેરમાં દ્વિ-ચક્રીય વાહન ચાલકોને પતંગની દોરીથી બચાવ માટે તેમના વાહનના આગલા ભાગે સેફ્ટીગાર્ડ લગાવી આપ્યા હતા. અને વાહન ચાલકોને યોગ્ય રીતે હેલ્મેટ પહેરી વાહન ચલાવવું અને  ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.  

સંબંધિત સમાચાર