રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 જૂન, 2025| Super Admin

પાલનપુર પોલીસની મોટી સફળતા; 6 ઘરફોડ ચોરીના ઇસમોની ધરપકડ કરીને 6.19 લાખનો મુદ્દામાલ કબજે

પાલનપુર પોલીસની મોટી સફળતા; 6 ઘરફોડ ચોરીના ઇસમોની ધરપકડ કરીને 6.19 લાખનો મુદ્દામાલ કબજે

પાલનપુર શહેર પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા અઢી મહિનામાં થયેલી 6 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 6,19,979નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અંતર્ગત પાલનપુર શહેર પૂર્વ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 1 જૂન 2023ના રોજ એક ઘરમાંથી રૂ. 1.23 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે PI પૂર્વ શહેર પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ 200થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. બાતમીના આધારે પોલીસે પ્લસર મોટરસાઇકલ (GJ-08-DQ-0497) પર સવાર બે શખ્સોને પકડ્યા હતા. મુખ્ય આરોપી રમેશભાઇ છત્રાભાઇ રાજુજી ઠાકોર (રહે. નવા લક્ષ્મીપુરા, પાલનપુર) અને એક કિશોર પાસેથી રૂ. 4,21,979ના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પૂછપરછમાં તેમણે પાલનપુર શહેર પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિસ્તારમાં 6 ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, 3 મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. 6,19,979નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે પાલનપુર શહેર પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

સંબંધિત સમાચાર