ઉનાળુ વેકેશનમાં ચોરીની ઘટનાઓ રોકવા પાલનપુર પોલીસનું પગલું

સોસાયટીના આગેવાનો સાથે PIની બેઠક, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના; પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના PI પી.આર.મારુએ ઉનાળુ વેકેશન દરમિયાન સંભવિત ચોરીની ઘટનાઓને રોકવા માટે મહત્વનું પગલું લીધું છે. તેમણે પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખ, મહામંત્રી અને આગેવાનો સાથે હાઈવે પર આવેલી હોટલમાં બેઠક યોજી વેકેશન દરમિયાન ઘણા લોકો પોતાના વતન કે પ્રવાસે જાય છે અને ઘરમાં કિંમતી સામાન તેમજ રોકડ રકમ મૂકીને જતા હોય છે. આ સમયે ચોરીની ઘટનાઓ વધુ બને છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને PI એ સોસાયટીના આગેવાનોને કેટલાક મહત્વના સૂચનો કર્યા.
તેમણે દરેક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા અને સિક્યુરિટી વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું. સિક્યુરિટી ગાર્ડને સતર્ક રહેવા સૂચના આપવા કહ્યું. વિશેષમાં, સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું, જેથી પોલીસ તેમની ચકાસણી કરી શકે. પશ્ચિમ પોલીસે અત્યાર સુધીમાં 60થી વધુ વ્યક્તિઓનું વેરિફિકેશન કર્યું છે અને તપાસ ચાલુ છે. આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને રહેવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે.
ટેગ્સ:#security measures#Community Engagement#Palanpur Police#Theft Prevention#Summer Vacation Safety#CCTV Installation#Neighborhood Watch#Crime Reduction#Police Community Relations#Safety Awareness
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
