પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ પોલીસે વિશેષ કામગીરી હાથ ધરી છે. પોલીસે નવા બસપોર્ટ અને ડૉક્ટર હાઉસ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી હતી. પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આર. મારુના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે આ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની ઓળખ તપાસી હતી. તેમના આધાર કાર્ડ સહિતના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી તેમની હીલચાલ પર નજર રાખી હતી.આ કામગીરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આવી તપાસ કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે.
પાલનપુર; પોલીસ દ્વારા રાત્રી દરમિયાન નવા બસપોર્ટ અને ડોકટર હાઉસ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની તપાસ

ટેગ્સ:#Palanpur#public safety#Law Enforcement#Police Operations#Crime Prevention#Community Policing#Anti-Social Activities#Night Patrol#Identity Verification#New Busport
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
1 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
1 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
3 દિવસ પહેલા
