રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર NDPS કેસ: આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ અને ₹૨ લાખનો દંડ

પાલનપુર NDPS કેસ: આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ અને ₹૨ લાખનો દંડ

ગત વર્ષ 2020માં અમદાવાદ ATS દ્વારા પકડાયેલા ચરસના જથ્થાના કેસમાં પાલનપુરની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસમાં એક આરોપી ને 20 વર્ષની સખ્ત કેદ અને ₹2 લાખના દંડની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય આરોપી સામે નાસતા ભાગતા વોરંટ જારી કરવામાં આવ્યું છે. કેસની હકીકત મુજબ, તા. 01/ 03/2020ના રોજ અમદાવાદ ATSને ખાનગી બાતમી મળી હતી કે, રાજસ્થાનના આબુરોડ તરફથી મુંબઈના રહેવાસી ફહિમ અઝીમબેગ અને સમીર અહમદ શેખ મારુતિ કારમાં પંજાબના લુધિયાણાથી ચરસનો જથ્થો લઈને મુંબઈ તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે ATSની ટીમે પાલનપુર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની કાર આવતા તેની તપાસ કરતાં બંને આરોપી ઓના કબજામાંથી અંદાજે 16.753 કિલોગ્રામ ચરસ, જેની કિંમત અંદાજે ₹1.01 કરોડ જેટલી હતી, જે જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એનડીપી એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે કરી પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર નં. 714/2020 નોંધ્યો હતો. ચાર્જશીટ બાદ કેસ પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દીપકભાઈ પુરોહિત દ્વારા રજૂ કરાયેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવા તેમજ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ ડી. એસ. શ્રીવાસ્તવે આરોપી સમીર અહમદ શેખને એનડીપી એસ એક્ટની કલમ 8(સી), 22 (બી) અને 29 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

આરોપીને 20 વર્ષની સજા:ફરાર આરોપી સામે વોરંટ

 અદાલતે આરોપીને 20 વર્ષની સખ્ત કેદ તથા ₹2 લાખના દંડની સજા ફટકારી છે. ઉપરાંત, કેસના અન્ય આરોપી ફહિમ અઝીમબેગ, જે વચગાળાના જામીન બાદ ફરાર થઈ ગયો હતો, તેની સામે અદાલતે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ ચુકાદો એનડીપીએસના ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહીનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર