રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળા; વિપક્ષ અને શાસક પક્ષ આમને-સામને

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળા; વિપક્ષ અને શાસક પક્ષ આમને-સામને

પાલનપુર નગરપાલિકાની આજની સાધારણ સભા ભારે હોબાળા સાથે પૂર્ણ થઈ હતી. ટાઉન પ્લાનિંગ કમિટીનો મુદ્દો અને ચીફ ઓફિસર માટે ખરીદવામાં આવેલી બોલેરો ગાડીની ખરીદીને લઈને વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાથી પાલનપુર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. સાધારણ સભાની શરૂઆતથી જ વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે કોઈ ઠરાવ વિના જ પાલિકા દ્વારા બોલેરો કારની ખરીદી કરવામાં આવી હતી. આ બોલેરો કારની ખરીદી પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સભ્યોએ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને પણ આડે હાથ લીધા હતા અને આ ખરીદી પાછળની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા હતા. સભામાં વિપક્ષ અને પ્રમુખ આમને-સામને આવી ગયા હતા. વિપક્ષ દ્વારા વારંવાર મુદ્દા ઉઠાવવામાં આવતા હોવા છતાં શાસક પક્ષે મંજૂર-મંજૂર કહીને ગણતરીની મિનિટોમાં જ બોર્ડની સભા પૂરી કરી દીધી હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો હતો. પાલિકાની ટીપી કમિટીના મુદ્દે પણ ચર્ચા દરમિયાન ગરમાવો જોવા મળ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે આ બંને મુદ્દાઓ પર પૂરતી ચર્ચા અને ખુલાસા વિના જ સભાને સમેટી લેવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર