રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા2 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુર નગરપાલિકા: વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પ્રથમ સાધારણ સભા સંપન્ન

પાલનપુર નગરપાલિકા: વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પ્રથમ સાધારણ સભા સંપન્ન

વિપક્ષ કોંગ્રેસની વિકાસ વિરોધી માનસિકતા :પ્રમુખ

ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ગત ટર્મના વિકાસના કામોને બહાલી અપાઈ હતી. જોકે, વિપક્ષના હોબાળા વચ્ચે પ્રથમ સાધારણ સભા સંપન્ન થઈ હતી. પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 27 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાવ્યા બાદ નવીન બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારે આજે પાલનપુર નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા પ્રમુખ સુનિતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગત ટર્મના આવક જાવકના આંકડા ઓ મંજુર કરાયા હતા. આ ઉપરાંત એજન્ડા પરના વિકાસ ના વિવિધ કામોને બહાલી અપાઈ હતી. જોકે, કોંગ્રેસે એજન્ડા પરના 1 થી 25 કામોમાં વિરોધ જતાવ્યો હતો. ત્યારે પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલે વિપક્ષના વિરોધને કોંગ્રેસની વિકાસ વિરોધી માનસિકતા ગણાવી હતી.

117.jpg 147.73 KB
આમ, વિપક્ષ કોંગ્રેસના વિરોધ વચ્ચે પાલનપુર નગર પાલિકાની પ્રથમ સાધારણ સભા બહુમતિ એ સંપન્ન થઈ હતી. આજની સભામાં પાલિકા પ્રમુખ સુનિતા બેન પટેલ, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી, નિયુક્ત કારોબારી ચેરમેન નાગજી દેસાઈ, ચીફ ઓફિસર જીગર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 વિપક્ષનું વિકાસ વિરોધી વલણ : ઉપપ્રમુખ

પાલનપુર નગરપાલિકાની પ્રથમ સાધારણ સભાના પ્રારંભે જ વિપક્ષ કોંગ્રેસે વિરોધ જતાવી હોબાળો કરતા પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલે તેને કોંગ્રેસની વિકાસ વિરોધી માનસિકતા ગણાવી હતી. જ્યારે પાલિકાના ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિકાસ વિરોધી વલણને લઈને જ પ્રજા સતત ભાજપને સત્તા સ્થાને બેસાડી રહી છે. તેઓએ વિરોધ મુદ્દે પણ વિપક્ષી સદસ્યો જ એકજુટ ન હોવાનું જણાવી માત્ર બોર્ડમાં મીડિયાની ઉપસ્થિતિ ટાણે જ કાગારોળ મચાવનાર વિપક્ષ સામે આકરા પ્રહારો કર્યા હતા.

સંબંધિત સમાચાર