રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર નગરપાલિકા : ફોર્મ વિતરણના પ્રથમ દિવસે ઉત્સાહ, 71 ફોર્મનું વિતરણ

પાલનપુર નગરપાલિકા : ફોર્મ વિતરણના પ્રથમ દિવસે ઉત્સાહ, 71 ફોર્મનું વિતરણ

પ્રથમ દિવસે 71 ફોર્મનું વિતરણ થતા ઉમેદવારોનો રાફડો ફાટે તેવી વકી

સરહદી બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આજથી ચૂંટણીનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે પાલનપુર નગરપાલિકાના ચૂંટણી જંગમાં આજે પ્રથમ દિવસે એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. જોકે, પ્રથમ દિવસે જ 71 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ થતા ઉમેદવારોનો રાફડો ફાટે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. 

બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજવાની જાહેરાત પહેલી એપ્રિલે ચૂંટણી પંચે કરી હતી. જેનું વિધિવત જાહેરનામું આજે છઠ્ઠી એપ્રિલે બહાર પડતા ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. આજથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં  પ્રથમ દિવસે એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હોવાનું ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, પ્રથમ દિવસે જ 71 જેટલા ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

પ્રથમ દિવસે 71 ફોર્મનું વિતરણ..!

પાલનપુર નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો છે. જોકે, પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ન ભરાતા ખાતું ખુલ્યું ન હતું. જોકે, વોર્ડ નં.1 થી 6 માં 57 ઉમેદવારી ફોર્મ અને વોર્ડ નં.7 થી 11 માં 14 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું. આમ, પાલનપુર નગર પાલિકાની ચૂંટણીમાં પ્રથમ દિવસે 71 ઉમેદવારી ફોર્મનું વિતરણ થતા ઉમેદવારોનો રાફડો ફાટે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર