રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા22 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુર પાલિકાની કડક કાર્યવાહી: પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી બદલ રૂ.2.5 લાખનો દંડ વસૂલ્યો

પાલનપુર પાલિકાની કડક કાર્યવાહી: પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી બદલ રૂ.2.5 લાખનો દંડ વસૂલ્યો
પાલનપુર નગરપાલિકાએ શહેરમાં પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. નગરપાલિકાએ સીમલા ગેટથી રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને સેનિટેશન શાખાની ટીમે લારી-ગલ્લા અને દુકાનોમાં તપાસ કરી હતી. આ દરમિયાન પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ અને જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનામાં નગરપાલિકાએ 250 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. પ્લાસ્ટિક વપરાશ બદલ વેપારીઓ પાસેથી ₹1.5 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકો પાસેથી ₹1 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ અભિયાન હેઠળ પ્લાસ્ટિકની થેલીમાં ચીજવસ્તુઓનું વેચાણ કરતા તમામ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા ત્રણ માસથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલું છે. જેમાં ત્રણ માસના સમયગાળામાં 250 કિલો કરતા વધારે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ દોઢ લાખથી વધારે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓ પાસેથી એક લાખ ઉપરાંત દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ જુદી જુદી સ્વચ્છીક સંસ્થાઓ સાથે પણ બેઠકો કરી તેમને પણ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. જ્યારે શહેરની 25 જેટલી સોસાયટીઓ પણ આ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયેલી છે. આમ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં આગામી દિવસોમાં પણ વધુમાં વધુ સારી રીતે ચલાવવામાં આવશે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

સંબંધિત સમાચાર