રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર કોલેજ રોડના સર્વિસ રોડ પર ઠેર-ઠેર ભુવા પડ્યા

પાલનપુર કોલેજ રોડના સર્વિસ રોડ પર ઠેર-ઠેર ભુવા પડ્યા
અડધા કિલો મીટરના અંતરમાં સાત જેટલા મોટા ખાડાને લઇ દુર્ઘટના સર્જાવાની ભીતિ પાલનપુરના કોલેજ રોડ પર આવેલ સર્વિસ રોડ પર ઠેક ઠેકાણે મોટા ભુવા પડી ગયા છે.જેને લઇ આ માર્ગે પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ કોલેજ પાસે ભૂવાને લઇ વીજ પોલને પણ નુકશાન થઇ શકે તેમ હોઇ આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવવાની જરૂર છે. પાલનપુરમાં વરસાદને લઇ ઠેર ઠેર રોડ રસ્તા પર ભુવા તેમજ ખાડા પડી જતા બિસ્માર માર્ગોને લઇ લોકોને તેમજ વાહન ચાલકોને અવર-જવર કરવામાં ભારે હાલકી વેઠવી પડી રહી છે. તેમ છતાં આ ડિસ્કો રોડનું સમારકામ કરવામાં આવતું નથી. જે વચ્ચે કોલેજ રોડ પર પશુ દવાખાના સામે પણ અડધા કિલો મીટરના અંતરમાં સાત જેટલા ભુવા પડ્યા છે જેમાં એક વીજ પોલ પાસે ભૂવો પડયો છે. જેને લઇ વીજ પોલને નુકશાન થવાની સાથે દુર્ઘટના સર્જવાની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. જેને લઈ જવાબદાર તંત્ર દ્વારા આ ભુવાઓનું યુધ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર