રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાલનપુર શહેરમા છેલ્લા ત્રણ મહિનાથી પડેલા ખાડાથી ત્રસ્ત; ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન

પાલનપુર શહેરમા છેલ્લા ત્રણ મહિનાથી પડેલા ખાડાથી ત્રસ્ત; ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના કાર્યકરોએ સુતેલા પાલિકા તંત્રને જગાડવા ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યું અકસ્માતોને રોકવા માટે ખાડાઓ પર ચૂનો લગાવીને નિશાનીઓ કરાઇ; પાલનપુર શહેર જાહેર રોડ રસ્તાઓ પર છેલ્લા ત્રણ ત્રણ મહિના થી મોટા ખાડાઓ પડ્યા છે અને આ ખાડાઓ પુરવા માતબર રકમની ફાળવણી કરવામાં આવી હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા પુરવામાં ન આવતા કોંગ્રેસના મહિલા નગરસેવક કાર્યકરો સાથે રસ્તા પર ઉતરી આવી અકસ્માતોને રોકવા ખાડાઓને ફરતે ચૂનાના નિશાન લગાવી તેમજ ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાનું વડા મથક પાલનપુર શહેરની વર્તમાન સમય ખડાનગર બની જવા પામ્યું છે પાલિકા દ્વારા વર્ષે લાખો કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બનાવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરો તકલાદી કામ કરતા હોય આ રોડ સામાન્ય વરસાદમાં તૂટી રહ્યા છે જેમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં શહેરમાં આવેલાં મોટા ભાગના જાહેર રોડ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના સમારકામ માટે એક કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ખાડા પુરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેમાં દાંતા, અંબાજી,માલણ જેવા ગામોને જોડતા શહેરના કંથેરિયા હનુમાન રોડ પર ડગલે ને પગલે અડધા અડધા ફૂટના ખાડા પડી ગયા છે જેનું સમારકામ કરવામાં ન આવતા અહી પસાર થતા વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાલિકાની લાપરવાહીના કારણે તાજેતરમાં ભાદરવી પૂનમના લાખો પદયાત્રીઓ ને આ ખાડાઓમાંથી પસાર થવાની ફરજ પડી હતી તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા કોંગ્રેસના મહિલા નગરસેવિકા આશાબેન રાવલ સાથી કાર્યકરો સાથે રસ્તા પર ઉતરી આવી ઢોલ વગાડી ઉંઘતા પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને ખાડાઓ ને લઇ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખાડાઓને ફરતે ચૂનો લગાવી નિશાલ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર