રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા21 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુરમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી: ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ 'ખુતબા'ની નમાઝ અદા કરી

પાલનપુરમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી: ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ 'ખુતબા'ની નમાઝ અદા કરી

પાલનપુર ખાતે આજે મુસ્લિમ બિરાદરો ના પવિત્ર તહેવાર રમઝાન ઇદ ની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઇદ ઉલ ફિત્રની ઉજવણી નિમિત્તે પાલનપુર ની ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી. પાલનપુરમાં કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ભારે હર્ષોલ્લાસ સાથે રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઇદ ઉલ ફિત્રની ઉજવણી પ્રસંગે શહેરના ગઠામણ દરવાજા પાસે આવેલી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા "ખુદબા" ની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. રમઝાન માસમાં એક મહિનાના રોઝા બાદ આજે ભારે ઉત્સાહપૂર્વક "રમઝાન ઇદ" ની ઉજવણી કરવામાં આવી હતી. ઇદ ઉલ ફિત્રની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઇદની મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે શહેર કાઝી સહિત ના મુસ્લિમ અગ્રણીઓએ દેશમાં નફરત નું વાતાવરણ દૂર કરી પ્રેમ અને મહોબ્બત ફેલાવવાનો સંદેશો આપતા કોમી એકતા પર ભાર મુકી દેશમાં અમન ઓર ચમન બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ વિશેષ નમાઝ અદા કરવા માટે પાલનપુર પંથક માંથી હજારો મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.    

સંબંધિત સમાચાર