રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા2 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુર આંગડિયા પેઢી ચોરી: મુંબઈથી 'શૈતાન ગેંગ'નો મુખ્ય સૂત્રધાર સહિત 3 ઝડપાયા

પાલનપુર આંગડિયા પેઢી ચોરી: મુંબઈથી 'શૈતાન ગેંગ'નો મુખ્ય સૂત્રધાર સહિત 3 ઝડપાયા

40 થી વધુ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગના સભ્યો પાસેથી રૂ.2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

200થી વધુ CCTV કેમેરાના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

પાલનપુર શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાં આવેલી 6 આંગડિયા પેઢીઓ અને એક ID કાર્ડ મેકરની દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ માત્ર ગણતરીના દિવસોમાં ઉકેલી આંતરરાજ્ય "શૈતાન ગેંગ"ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ કુખ્યાત આરોપીઓને મુંબઈમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, મોટર સાયકલ અને ચોરીના સાધનો સહિત કુલ રૂ.2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગત 26 જૂનની મધરાતે પી. શૈલેષ એન્ટરપ્રાઈઝ, અંબાલાલ હરગોવનદાસ, માધવલાલ મગનલાલ સહિત 6 આંગડિયા પેઢીઓ તથા એક ID કાર્ડ મેકરની દુકાનના તાળા તોડી તસ્કરોએ કુલ રૂ.3.95 લાખની ચોરી કરી હતી. આ અંગે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે BNS કલમ 305(એ), 331(4) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો.

108.jpg 67.17 KB
દરમિયાન બનાસકાંઠા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના CCTV સહિત પાલનપુર અને આસપાસના વિસ્તારમાં આવેલા 200થી વધુ CCTV કેમેરા, હોટલો, ધાબા, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનના ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની મુંબઈમાં હાજરી અંગે માહિતી મળતાં એલસીબી ની ટીમે કમાટીબાગ વિસ્તારમાં દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

40 થી વધુ ગુનાઓની કબૂલાત

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ પાલનપુરની ચોરી ઉપરાંત મુંબઈ, સુરત, વલસાડ અને રાજસ્થાનમાં 40થી વધુ લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી જેવા ગુનાઓમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી.

 ઝડપાયેલા આરોપીઓ

(1) શૈતાનસિંહ જસવંતસિંહ રાજપૂત (પાલડી, સાંચોર, રાજસ્થાન)

(2) દિલીપગીરી જીવગીરી ગૌસ્વામી (કૈલાશનગર, સાંચોર, રાજસ્થાન)

(3) ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત (ખીરૂડી, ચિત્તલવાના, રાજસ્થાન)

સંબંધિત સમાચાર