રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 સપ્ટેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગની આગાહી મુજબ પણ આગામી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘ તાંડવ ની શક્યતાઓ રહેલી છે જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા ઉપરાંત અન્ય પણ વિવિધ સિસ્ટમો ને લઈ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ૬ અને ૭ સપ્ટેમ્બરના રોજ ઓરેન્જ આપવામાં આવ્યું છે. ત્યારે બુધવારના સાંજના સમયે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવા પામ્યો હતો. જેમાં અરવલ્લીની ગીરીકંધાઓ માં અત્યારે બોલ મારી અંબે જય જય અંબે નો નાથ ગુંજી રહ્યો છે તે વિસ્તારમાં સાંજના સમયે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ ઉપરાંત પાલનપુર ડીસા સહિત જિલ્લાના સાત તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો છે અને આગામી સમયમાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતાઓ રહેલી છે ત્યારે ગુરુવારની વહેલી સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવા પામ્યો હતો. ત્યારે આ આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, લોકોને સાવચેત રહેવા અને સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર