પાલનપુર પાલિકા સામે વિપક્ષી નગરસેવકના ધરણાં

વોર્ડ નં.4-5 ની સમસ્યા હલ નહિ થાય ત્યાં સુધી ધરણાંની ચીમકી
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.4 અને 5 ના વિવિધ પ્રશ્નોને લઈને વિપક્ષી નગરસેવકે પાલિકા કચેરીમાં જ ધરણાં યોજ્યા હતા.પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.4 અને 5 માં સ્ટ્રીટ લાઈટો, પાણી લીકેજ અને રસ્તા ઉપર ખાડાની સમસ્યાઓનો સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે પાલનપુર શહેર એક સમયે જે અત્તરોનું નગર હતું તે અત્યારે ખાડા નગર બન્યું છે. ત્યારે વોર્ડ નં.4 ના નગરસેવક અબરાર શેખે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી નગરપાલિકાના પ્રાંગણમાં જ અચોક્કસ મુદ્દત સુધી ધરણા ઉપર બેસી રહીશ. જેઓની સાથે વિપક્ષના અંકિતા ઠાકોર, આશાબેન રાવલ સહિત ના કોંગ્રેસના નગરસેવકો પણ જોડાયા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Local Governance#Palanpur Municipality#Street Lights#Sit-in Protest#Opposition Corporators#Ward No. 4 Issues#Ward No. 5 Issues#Water Leakage
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
3 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
