ડીસામાં ઓનલાઈન લુડો જુગારનો પર્દાફાશ : એક શખ્સ ઝડપાયો

પોલીસ દ્વારા ઓનલાઈન જુગાર રમતા ઈસમ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયાની સૂચના મુજબ, ડીસા શહેર ઉત્તર પોલીસે ઓનલાઈન લુડો ગેમ દ્વારા ચાલતા જુગારનો એક કેસ શોધી કાઢ્યો છે.ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન, ડીસાના ધુળીયાકોટ, ઈન્દિરાનગર, વીરકૃપા સોસાયટીના નાકેથી વિજયભાઈ દેવાભાઈ માળી (રહે. ડીસા, ધુળીયાકોટ, ઈન્દિરાનગર, હરિઓમ પાર્ક સોસાયટી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
વિજયભાઈ દેવાભાઈ પોતાના સેમસંગ કંપનીના મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશન પર "Game2Win (LUDO CLUB) TRUSTED 100%" નામનું ગ્રુપ બનાવીને ઓનલાઈન ગ્રાહકો મેળવી પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડતા હતા. પોલીસે તેની પાસેથી રૂ. ૧૫,૦૦૦/-ની કિંમતનો એક મોબાઈલ ફોન જપ્ત કરી, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
ટેગ્સ:#Deesa#arrest#Online Gambling#legal proceedings#Banaskantha District#Illegal Activities#Criminal Investigation#Police Action#Community Safety#Night Patrol#Gambling Bust#Ludo Game#WhatsApp Gambling Groups#Anti-Gambling Campaign
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
18 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
19 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
19 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
