રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા12 માર્ચ, 2025| Super Admin

ખેરાલુ-સતલાસણા હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત: ગાડીમાંથી દારૂની બોટલો મળી

ખેરાલુ-સતલાસણા હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત: ગાડીમાંથી દારૂની બોટલો મળી
મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ થઈ ગઈ છે જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓમાં રોજરોજ અકસ્માતોના બનાવ બની રહ્યા છે, તેવામાં ખેરાલુથી સતલાસણા હાઈવે નજીક વાન અને અરટીગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા આધેડ વયના વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં અરટીગા ગાડીના બોનેટમાંથી દારુની બોટલ મળી આવતા કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. અરટીગા ગાડી ચાલક નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો લોકમુખે ચર્ચાએ જોત પકડ્યું હતું. મહેસાણાના ખેરાલુ પંથકમાં અકસ્માતો ની વણથંભી વણઝારમાં બાઈ રહી જતું હોય તેમ ગઇ કાલે ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે રિક્ષાને અકસ્માત નડતા એક મહિલાનુ મોત નિપજ્યુ હતુ ત્યાર બાદ ગત રોજ ખેરાલુ તાલુકાના જ તારંગા પાસે સંભવનાથ મંદીર નજીક એક મારૂતી વાન અને અરટીકા કાર ચાલક સામ સામે ઘડાકા ભેર અથડાતા મારૂતી વાનનું કચ્ચરઘાણ નિકળી ગયુ હતું, જેમા સવાર લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ કાર સવાર ઠાકોર ઉદાજી કેશાજીનું કરૂણ મોત નિપજ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અરટીકા ગાડીમાં એન્જિનના ભાગમા અંગ્રેજી દારૂ ભરેલો જોવા મળ્યો હતો. જેમા અમુક બોટલો તો પત્રકારોના કેમેરામા કેદ થઈ હતી. ત્યારે ખેરાલુ પોલીસ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરશે ખરા?? જોકે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રોડ રસ્તાનું કામકાજ ચાલી રહ્યું હોવાથી અકસ્માતનું મુખ્ય કારણ હાલમાં જે રોડનુ કામ થઈ રહ્યું છે તેના કારણે થતા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાબતે ગુનો નોંધી પોલીસ વિભાગ તરફથી તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર