રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના ગોજારીયા ખાતે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

મહેસાણાના ગોજારીયા ખાતે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની વણઝાર વધી ગઈ છે.  છાશવારે જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓમાં અકસ્માતના બનાવો બનતા હવે સામાન્ય બની ગયા છે. મહેસાણા જિલ્લાના ગોજારીયાની તો ગોજારીયા ગામથી પંચવટી ચાર રસ્તા નજીક અંબાજીથી આવતી અને જામનગર જતી બસ આજે એક બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના આગળના ભાગે અચાનક જ બાઈક સવાર આવી જતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે દવાખાને લઈ જવાયો હતો. સ્થાનિક રહીશો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બાઇક લઈને નીકળેલા બંન્ને બાઇક સવાર યુવકો બહાર ગામના છે. જે ગોજારીયામાં તેમના કોઈ સગા સંબંધીના ઘરે કામ અર્થે આવ્યા હતા. પરંતુ સવારના સમયે અચાનક જ બસ સાથેની ટક્કરમાં બંન્ને યુવકો પૈકી એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા યુવકની હાલત ગંભીર જણાતા દવાખાને લઈ જવાયો હતો. બસ અને બાઇક વચ્ચેના આ અકસ્માતની ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર