રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 જુલાઈ, 2025| Super Admin

રાજ્યના પોલીસ વડાની સુચનાથી નશા કારક દવાઓના વેચાણ બાબતે મેડિકલ સ્ટોરોમાં તપાસ હાથ ધરાઈ

રાજ્યના પોલીસ વડાની સુચનાથી નશા કારક દવાઓના વેચાણ બાબતે મેડિકલ સ્ટોરોમાં તપાસ હાથ ધરાઈ
પાટણની 61 મેડિકલ સ્ટોરો મા તપાસ હાથ ધરવામાં આવી; ગુજરાત પોલીસે બુધવારે બપોરે 12 વાગ્યાથી રાજ્યભરમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી હાથ ધરવામાં આવ્યું.હતું. અભિયાનનો મુખ્ય હેતુ NDPS એક્ટ હેઠળની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ રોકવાનો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ પ્રતિબંધિત દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ સંગ્રહ તપાસવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત પાટણ સહિત રાજ્યભરમાં સ્થાનિક પોલીસ, એલસીબી,એસઓજી અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીકના મેડિકલ સ્ટોર્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ હતું.. તપાસ દરમિયાન વિવિધ દવાઓ જેવી કે Amidopyrine, Phenacetin, Nialamide, Chloramphenicol, Phenylephrine જેવી દવાઓના ગેરકાયદે વેચાણ પર ખાસ નજર રાખવામાં આવી હતી તો આ દવાઓ માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચી શકાય તેમ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. પાટણ જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 61 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં નિયમભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર