રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ ધરપકડ

બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ ધરપકડ

રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાએ દારૂબંધી અંગે કડક અમલીકરણની સૂચના આપી હતી.આ સૂચનાના આધારે, એલસીબી પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પોલીસ સબ-ઈન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીને દારૂબંધી સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ દ્વારા સોમસિંહ ચૌહાણ સામે પાસા દરખાસ્ત તૈયાર કરવા માટે જરૂરી રેકોર્ડ એકત્ર કરવામાં આવ્યો હતો.

સોમસિંહ ચૌહાણ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને સપ્લાયના બેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે બનાસકાંઠાના જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્ત મંજૂર કરી હતી. વારંવાર તપાસ કરવા છતાં તે મળી ન આવતા, એલસીબી ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાની મદદ લીધી હતી. આ માહિતીના આધારે, 19 મે, 2026 ના રોજ પાલનપુર ખાતેથી સોમસિંહ તેજસિંહ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યો હતો. તેને પાસા હેઠળ અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર