રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ થતાં જનજીવન પ્રભાવિત

બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ થતાં જનજીવન પ્રભાવિત
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થી ઠેર-ઠેર પાણી પાણી; બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની ગુજરાત પર તેની અસર થતા શનિવારથી કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ મધરાચ થી રવિવારની વહેલી સવાર સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થી જનજીવન પ્રભાવિત બન્યું હતું. વિવિધ સ્થળોએ પાણી ભરાતા રસ્તાઓ પણ બ્લોક થઈ જવા પામ્યા હતા ગ્રામ્ય વિસ્તારના ખેતરો પણ બેટમાં ફેરવાતા પ્રજાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના વિરામ વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર તળે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ નુ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તે મુજબ શનિવારે ની સમી સાંજથી કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી જેમાં રવિવારના બપોર સુધી થયેલા ભારે વરસાદ થવા પામ્યો હતો. જેમાં જિલ્લામાં સૌથી વધુ વડગામ વિસ્તારમાં વરસાદ ખાબકતા પાલનપુર અમદાવાદ હાઈવે છાપી નજીક પાણી ભરાતા રસ્તો પણ બંધ થઈ જવા પામ્યો હતો જિલ્લાના તમામ તાલુકાઓમાં એક થી દશ ઇંચ સુધીનો વરસાદ થતાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું જેમાં વડગામ પાલનપુર ડીસા ભાભર કાંકરેજ ધાનેરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગ દ્વારા હજુ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ડીસામાં ચાર ઇંચથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો : ખેડૂતોના પાક નિષ્ફળ જવાના આરે..! ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં હવામાન આગાહી મુજબ શનિવારે રાત્રે ડીસામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે ડીસાના ગ્રામિણ વિસ્તારોમાં આવેલ ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાઇ ગયા છે. જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. તાત્કાલીક સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ છે. જિલ્લાના હજુ પણ કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ..! બનાસકાંઠા જિલ્લામાં વરસાદી સિસ્ટમની અસર તળે આગામી દિવસોમાં પણ છુટા છવાયા સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે જમીન પણ પાણીથી ભરપૂર થઈ જતા હવે પછીનો વરસાદ પડતા જ પાણીનો પ્રવાહ ચાલુ થતા ખેતરો સહિત રસ્તા ઉપર પાણી વહેતું થઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર