રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો

ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો

શહેરમાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા એ જ અમારો મુખ્ય ધ્યેય : પ્રમુખ કૌશિક સાધુ

બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી ડીસા નગરપાલિકામાં સત્તાનું સુકાન હવે સત્તાવાર રીતે નવા સુકાનીઓના હાથમાં સોંપાઈ ગયું છે. ડીસા પાલિકાના નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખે આજે અન્ય સભ્યોની ગરિમામય હાજરીમાં શુભ મુહૂર્ત જોઈને પોતાનો હોદ્દો અને ચાર્જ સંભાળી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ પ્રમુખ તરીકે કૌશિક સાધુ અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન જોશીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ​પાલિકા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ કૌશિક સાધુએ શહેરના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા જાહેર કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે,​"ડીસા શહેરમાં અટકેલા અને અધૂરા વિકાસના કાર્યોને વેગ આપવો એ જ આમારો મુખ્ય ધ્યેય રહેશે. શહેરના લોકોના કામો વહેલી તકે પૂર્ણ થાય તેને અમે પ્રાથમિકતા આપીશું."​તેમણે ઉમેર્યું હતું કે, પ્રથમ તબક્કાના આયોજન ભાગરૂપે ભૂગર્ભ ગટરના કામો માટે પ્રથમ ફેઝમાં રૂ.94 કરોડ મંજૂર થઈને આવી ગયા છે. જેથી શહેરમાં જ્યાં પણ ભૂગર્ભ ગટરની કામગીરી બાકી છે, તેને સત્વરે હાથ પર લેવામાં આવશે. 

આ સિવાય ડીસાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ જેવા કે આઈકોનિક રોડ અને ટાઉનહોલનું નિર્માણ કાર્ય પણ આ જ વર્ષમાં પૂર્ણ થાય તે દિશામાં વહીવટીતંત્ર ઝડપથી આગળ વધશે.આ ઉપરાંત  ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે દર વર્ષે વરસાદી પાણીના ભરાવા અને બિસ્માર રસ્તાઓને કારણે ડીસાવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ નવા ચૂંટાયેલા પ્રમુખ કૌશિક સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશી પાસે એવી આશા વ્યક્ત કરી છે કે, વર્ષો જૂની આ ચોમાસાની વિકટ પરિસ્થિતિ અને જળબંબાકારની સમસ્યાનો કાયમી અને સચોટ નિકાલ લાવવા માટે નવી ટીમ યુદ્ધના ધોરણે નક્કર કામગીરી કરશે તેવો આશાવાદ ડીસાવાસીઓ રાખી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર