બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સુકીભઠ્ઠ રહેતી ઉમરદશી નદીમાં 2017 બાદ અચાનક નવા નીર આવ્યા હતા. ધાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોને લાભ થશે. પાલનપુરની ઉમરદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવા દોરી સમાન છે. ઉમરદશી નદીના કાંઠે અંદાજિત 100 થી વધુ ગામડાઓ આવેલા છે. ઉપરવાસ માં પડેલા ભારે વરસાદના લીધે ઉમરદશી નદીમાં નવા નીર આવવાથી આસપાસના ગામડા ઓમાં રહેતા ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. ત્યારે પાલનપુરના ધારાસભ્ય, પાલિકાના પૂર્વ, યુવા મોરચાના, સહકારી અગ્રણી, પૂર્વ સરપંચ, સહિતના અગ્રણી ઓએ ઉમરદશીમાં આવેલા નીરના વધામણાં કર્યા હતા. જોકે, વર્ષો બાદ ઉમરદશી ખળખળ વહેતી થતા લોકોનો નદી જોવા ભારે ધસારો જોવા મળ્યો હતો.
ઉમરદશી નદીમાં નવા નીર; ધારાસભ્યએ કર્યા વધામણાં

ટેગ્સ:#Palanpur MLA#Banaskantha District#Community Celebration#Public Interest#Local Leaders#Heavy Rains#Environmental Changes#Umardashi River#New Water Flow#Farmers' Benefit#Lifeline for Farmers#Village Impact#Agricultural Prosperity
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
4 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
4 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
4 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
6 દિવસ પહેલા
