રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક : સોનલબેન ઓઝા શહેરના નવા મેયર

મહેસાણા મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક : સોનલબેન ઓઝા શહેરના નવા મેયર

પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ અને માર્ગદર્શન અનુસાર, મહેસાણા મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી એક વિશેષ બેઠકમાં કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે પાર્ટીના અનેક વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનના નિર્ણયને આવકાર્યો હતો.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં કરાયેલી ઘોષણા મુજબ, મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એટલે કે નવા મેયર તરીકે શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાની પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે ડેપ્યુટી મેયરની મહત્વપૂર્ણ જવાબદારી  રમેશભાઈ રાજપૂતને સોંપવામાં આવી છે. શહેરના વિકાસલક્ષી કાર્યો અને વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે મહાનગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ પટેલની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, પાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે વિશાલભાઈ ઠાકોર અને દંડક તરીકે અનિલભાઈ દેસાઈના નામોની જાહેરાત કરવામાં આવી છે.

નવા પદાધિકારીઓના નામોની જાહેરાત થતાં જ કાર્યાલય ખાતે હર્ષોલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત તમામ આગેવાનો, કાઉન્સિલરો અને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને હારતોરા કરી, મોં મીઠું કરાવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આગામી અઢી વર્ષની ટર્મ માટે આ નવી ટીમ મહેસાણા શહેરના વિકાસના કાર્યોને વધુ ગતિશીલ બનાવશે, પારદર્શક વહીવટ પૂરો પાડશે અને નગરજનોની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને હલ કરવામાં અગ્રેસર રહેશે તેવી આશા અને અપેક્ષા સૌએ વ્યક્ત કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર