રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા23 મે, 2026| Super Admin

શંખલપુરમાં પાડોશીની જીદ નડી: શેઢો સળગાવતા બાઇક, પાક અને પાઇપલાઇન ખાખ

શંખલપુરમાં પાડોશીની જીદ નડી: શેઢો સળગાવતા બાઇક, પાક અને પાઇપલાઇન ખાખ

શંખલપુર ગામે એક ચોંકાવનારી અને નુકસાનકારક ઘટના સામે આવી છે. પાડોશી ખેડૂતે મનસ્વી વલણ અપનાવી, મનાઈ કરી હોવા છતાં ખેતરનો કચરાવાળો શેઢો સળગાવી દીધો હતો. તેજ પવનના કારણે આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી બાજુના ખેતરમાં ભારે તબાહી મચાવી હતી. આ ભયાનક આગમાં પાડોશી ખેડૂતનું બાઇક, મોંઘા બાગાયતી વૃક્ષો અને ટપક સિંચાઈની પાઈપલાઈન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. નુકસાની અંગે રજૂઆત કરતાં આરોપીએ ઉશ્કેરાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે.

શંખલપુર બહુચર નગરમાં રહેતા અને ખેતી તેમજ મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવતા શૈલેષભાઈ પ્રેમજીભાઈ પટેલની શંખલપુર ગામની સીમમાં ડોડીવાળા રોડ પર સર્વે નંબર 2050 વાળી ખેતીની જમીન આવેલી છે. તેમણે પોતાના ખેતરમાં આંબા, ખજૂર, આમળા, મહાગોની અને જામફળ જેવા મોંઘા બાગાયતી પાકનું વાવેતર કરેલું છે. તેમની જમીનની અડીને જ શંકરભાઈ કાનજીભાઈ પટેલની જમીન આવેલી છે, જે સુરેશ નાથાભાઈ પટેલ નામનો શખ્સ ભાગીદારીમાં વાવે છે. ગત 18 મેના રોજ બપોરે આશરે 12:00 વાગ્યે શૈલેષભાઈ પોતાના ખેતરમાં હાજર હતા, ત્યારે સુરેશ પટેલે બંને ખેતરો વચ્ચે આવેલો કચરાવાળો શેઢો સળગાવવાનું શરૂ કર્યું હતું. પવન તેજ હોવાથી શૈલેષભાઈએ આગ પોતાના પાક અને વાહન સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી સુરેશને રોકવા વિનંતી કરી હતી. જોકે, સુરેશભાઈએ સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને અપશબ્દો બોલી શેઢા પર આગ લગાવી દીધી હતી.

તેજ પવનના લીધે શેઢાની આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને તે શૈલેષભાઈના ખેતરમાં પ્રસરી ગઈ હતી. આ આગની ઝપેટમાં આવતાં શૈલેષભાઈના ખેતરમાં ઉગાડેલા આંબા, ખજૂર અને આમળા સહિતના બાગાયતના કુલ 15 કિંમતી વૃક્ષો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આ ઉપરાંત, ઝાડની બાજુમાં જ પાર્ક કરેલું તેમનું GJ-12-AL-0150 નંબરનું મોટરસાયકલ તેમજ ખેતરમાં બિછાવેલી ટપક સિંચાઈની મોંઘી પાઈપલાઈન પણ આગની લપેટમાં આવી જતાં સંપૂર્ણપણે નાશ પામી હતી. આગે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નુકસાનીમાં  આંબા, ખજૂર અને આમળાના 15 કિંમતી વૃક્ષો જે આશરે 75,000 રૂપિયાની કિંમત આંકવામાં આવી છે, મોટરસાયકલ નં-GJ-12-AL-0150 કે જેની અંદાજે 50,000ની કિંમતનું તેમજ ટપક સિંચાઈની પાઈપલાઈન અંદાજે રૂપિયા 5,000 એમ કુલ મળીને અંદાજિત  1,30,000 જેટલી માતબર રકમનું નુકશાન થવા પામ્યું છે.

આ ભયાનક આગના કારણે અંદાજે રૂ.1,30,000નું મોટું આર્થિક નુકસાન થતાં જ્યારે શૈલેષભાઈએ પાડોશી ખેડૂત સુરેશભાઈને આ અંગે ટોક્યા, ત્યારે તે વધુ અસભ્ય વલણ પર ઉતરી આવ્યો હતો. તેણે નમ્રતા દાખવવાને બદલે જાહેરમાં ગાળો ભાંડી ‘તારાથી થાય તે કરી લેજે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર ખેડૂત શૈલેષભાઈ પટેલે બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સુરેશ પટેલ સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ટેગ્સ:#Shankhalpur Road

સંબંધિત સમાચાર