રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

નવરાત્રીની તૈયારીઓ : ડીસા સહિત જિલ્લામાં ડેકોરેશનની આઇટમોની વેચાણ શરૂ

નવરાત્રીની તૈયારીઓ  : ડીસા સહિત જિલ્લામાં ડેકોરેશનની આઇટમોની વેચાણ શરૂ
ઠેર ઠેર ગરબા મંડળો સોસાયટીઓ, શેરી ગરબાના આયોજનને લઇ તડામાર તૈયારીઓ નવરાત્રિ મહોત્સવની  આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી શરૂ થઇ રહેલી આધશક્તિ માં અંબાની નવરાત્રી પર્વને લઇ જીલ્લાની બજારમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહી છે. ડીસા સહિત જિલ્લામાં નવરાત્રી માટેના ડેકોરેશનનો સામાન વેચતા વેપારીઓ દ્વારા અગાઉથી ખરીદેલ મંડપ ડેકોરેશનનો સામાન અને મંદિરોમાં સજાવટ માટેનો સામાન દુકાનો પર જેમ કે જરી, જુમર, વેલ , તોરણ, ફુલ, ઝુમખા તથા લાઇટીગ સિરિઝો વગેરે તમામ આઇટમો બજારમાં દેખાઇ રહી છે. જેને ગરબા આયોજકો દ્વારા તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે. એકબાજુ હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓને લઇ નવરાત્રી આયોજકો પણ મુંજવણમાં જોવા મળી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતાઓ નહીંવત છે. ત્યારે ગરબા મહોત્સવને લઈ ખેલૈયો સહિત આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર