રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા23 જૂન, 2025| Super Admin

દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી 'નમો લક્ષ્મી યોજના'

દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી 'નમો લક્ષ્મી યોજના'
સાબરકાંઠા જિલ્લામાં ધો. ૦૯ થી ધો. ૧૨ની કુલ ૨૮,૮૪૭ જેટલી વિદ્યાર્થીનીઓ લઇ રહી છે 'નમો લક્ષ્મી યોજના'નો લાભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. તેમના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં 'નમો લક્ષ્મી યોજના'નો આરંભ કરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂણે-ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે.  સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કુલ ૨૮,૮૪૭ જેટલી વિદ્યાર્થીનીઓ 'નમો લક્ષ્મી યોજના'નો લાભ લઈ રહી છે. ગુજરાતમાં મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'નમો લક્ષ્મી યોજના' અમલી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ ૦૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ ૦૯ અને ધોરણ ૧૦માં અભ્યાસ દરમિયાન ૧૦ માસ માટે રૂ. ૫૦૦ મુજબ વાર્ષિક રૂ. ૫૦૦૦ પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦ હજાર તથા ધોરણ ૧૦માં ઉત્તીર્ણ થયા બાદ રૂ.૧૦ હજાર અપાય છે. તેમજ ધોરણ ૧૧ અને ધોરણ ૧૨માં વિદ્યાર્થીનીઓને ૧૦ મહિના માટે માસિક રૂ. ૭૫૦ લેખે વાર્ષિક રૂ. ૭૫૦૦ પ્રમાણે બંને વર્ષના મળી રૂ. ૧૫ હજારની સહાય તથા ધોરણ ૧૨માં ઉત્તીર્ણ થયા બાદ રૂ.૧૫ હજારની સહાય અપાય છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે શાળામાં વિદ્યાર્થીઓની માસિક હાજરી ૮૦% હોવી જરૂરી છે. વિદ્યાર્થીનીઓ શાળા દ્વારા જ ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાય છે. 'નમો લક્ષ્મી યોજના'થી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળતાં દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે.

સંબંધિત સમાચાર