રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 સપ્ટેમ્બર, 2026| Super Admin

સિદ્ધપુર હાઈવે પર રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટના સ્થળે મોત

સિદ્ધપુર હાઈવે પર રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટના સ્થળે મોત

શાસ્ત્રી મોટર બોડી સામે જોખમી રીતે પાર્ક કરેલ ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર શાસ્ત્રી મોટર બોડી સામે રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક સાથે બાઈક અથડાતાં અને આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક નું ઘટનાસ્થળે જ મોત થતાં  સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા પાલનપુર હાઈવે પર ગઈકાલે સાંજે 5:30 થી 6:00 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.સિદ્ધપુર ખાતે શાસ્ત્રી મોટર બોડી સામે ટ્રક નંબર GJ.24.V.64 88 ના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં, અડધું રોડ પર અને અડધું રોડની સાઈડમાં જોખમી રીતે ઊભું રાખ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલકનું વાહન ઉભેલી ટ્રક સાથે અથડાયું. આ ગંભીર ટક્કરમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ અને તેનું મોત નીપજ્યું.

આ ઘટના અંગે રાજસ્થાનના પાલી જિલ્લાના સોઝત તાલુકાના બગડી નગરના વતની ચંપાલાલ રામલાલ પુખરાજ પ્રજાપતિ (ઉંમર 41) એ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ચંપાલાલ હાલ સિદ્ધપુર હાઈવે પર એચ.પી. પેટ્રોલ પંપની પાસે આવેલી બાબા રામદેવ હોટલ જ્યોતિ ટાયર ખાતે રહે છે અને મજૂરી કામ કરે છે. આ ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે ટ્રક નંબર GJ.24.V.6488 ના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. આ અકસ્માતની વધુ તપાસ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ઝાલા કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર