રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ

ડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ

ડીસા શહેરના વેલુનગર ભાગ-૦૧ વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિનોદભાઇ પરબતભાઈ પ્રજાપતિ (ઉં.વ. ૫૨)ની મોટરસાયકલ ચોરી થતાં ડીસા સીટી દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.​ગત તારીખ ૧૫/૦૫/૨૦૨૬ના રોજ સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે વિનોદભાઇ કડિયાકામ માટે મજૂર લેવા સારું પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને હવાઇ પિલર ખાતે ગયા હતા. તેઓ પોતાનું બાઇક ત્યાં મૂકીને સામે આવેલ કોર્ટ નજીક ચા પીવા માટે ગયા હતા. ચા પીને આશરે એકાદ કલાક પછી જ્યારે તેઓ પરત ફર્યા, ત્યારે મૂકેલી જગ્યા પર તેમનું મોટરસાયકલ મળી આવ્યું ન હતું.

​અંદાજિત કિંમત: ₹ ૨૫,૦૦૦/-ના ​મોટરસાયકલની આજુબાજુ તેમજ અન્ય સ્થળોએ સઘન શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં, આખરે કોઈ અજાણ્યો તસ્કર બાઇક ચોરી ગયો હોવાનું જણાતા વિનોદભાઇએ ઓનલાઇન ઇ-એફ.આઇ.આર. (અરજી નં. 2026052141982) નોંધાવી હતી. જે અન્વયે હાલમાં તેઓએ જરૂરી સાધનિક કાગળો અને આર.સી. બુક રજૂ કરી ડીસા સીટી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર