રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મિલિંદ બાપનાએ અરવલ્લી કલેક્ટરનો પદભાર સંભાળ્યો: વિદાય લેનાર કલેક્ટર પ્રશાસ્થી પારેકે આવકાર્યા

મિલિંદ બાપનાએ અરવલ્લી કલેક્ટરનો પદભાર સંભાળ્યો: વિદાય લેનાર કલેક્ટર પ્રશાસ્થી પારેકે આવકાર્યા

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી IAS અધિકારીઓની બદલીના ભાગરૂપે, મિલિંદ બાપના (IAS) એ આજે અરવલ્લી જિલ્લાના કલેક્ટર તરીકે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો છે. જિલ્લા સેવા સદન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ સત્તાવાર રીતે જવાબદારી સ્વીકારી હતી. વિદાય લઈ રહેલા કલેક્ટર પ્રશાસ્થી પારેકે નવા કલેક્ટર મિલિંદ બાપનાનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું અને તેમને જિલ્લાની કામગીરીની પ્રાથમિક વિગતો સોંપી હતી.

 પ્રશાસ્થી પારેકની બદલી બાદ મિલિંદ બાપનાની નિમણૂકથી વહીવટી તંત્રમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવેલી બદલીઓમાં અરવલ્લી જિલ્લાને નવા યુવા અને ઉત્સાહી અધિકારી મળ્યા છે. મિલિંદ બાપના અગાઉ પણ વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના વિકાસમાં તેમનો અનુભવ મહત્વનો સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Aravalli#IAS Officers

સંબંધિત સમાચાર