રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું

જંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું

મોદી સરકાર અને ભાજપ શાસનમાં ‘અચ્છે દિન’ અને વિકાસના મોટા-મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. સરસ્વતી તાલુકાના ગામડાઓમાં નવરાત્રી જેવા પવિત્ર તહેવાર ટાણે પણ વીજળીનો ત્રાસ યથાવત છે અને જનતા અંધકારમાં ધકેલાઈ ગઈ છે. તાલુકામાં વારંવાર વીજળી ગુલ થવી, ટ્રીપીંગ થવું અને વોલ્ટેજમાં ભારે વધઘટ થવાને કારણે ભાજપ સરકારની જનવિરોધી નીતિઓનો ભોગ બનેલા ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો અસહ્ય મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સાંજના સમયે વીજળી કાપી નાખવામાં આવતી હોવાથી ખેતરોમાં જતા અન્નદાતાઓને ઝેરી જીવ-જંતુઓનો ભય સતાવે છે તેમજ ડેરીઓમાં પણ દૂધ ભરવા અને સાચવવામાં ભારે હાલાકી પડે છે.

વર્ષમાં ઓછો વરસાદ થવાને કારણે રવીઋતુમાં સિંચાઈ માટે પૂરતી વીજળીની અત્યંત આવશ્યકતા છે, પરંતુ ભાજપ સરકાર અને વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો સમયસર વાવેતર કરી શકતા નથી અને તેમને પારાવાર આર્થિક નુકસાન તથા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ સરકારના શાસનમાં પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે પણ ત્રાહિમામ્ પોકારી ઉઠી છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. ​આ ભાજપ સરકારની લોકવિરોધી અને નિષ્ક્રિય નીતિ સામે લાલ આંખ કરીને જનતાના હક માટે અવાજ ઉઠાવવા માટે  સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની વિશેષ આગેવાની અને માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકાના જંગરાલ સબ ડિવિજન GEB ઓફિસ ખાતે ભવ્ય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, અન્નદાતા ખેડૂત મિત્રો અને જાગૃત ગ્રામજનો મક્કમ મિજાજ સાથે ઉપસ્થિત રહીને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રના માધ્યમથી સરકાર અને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતી અને નિયમિત વીજળી પૂરી પાડવામાં નહીં આવે, તો ભાજપ સરકાર સામે આનાથી પણ વધુ ઉગ્ર જનઆંદોલન છેડવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર