રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાની પ્રતિષ્ઠિત અર્બન બેંકની આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ચૂંટણી યોજાઈ

મહેસાણાની પ્રતિષ્ઠિત અર્બન બેંકની આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ચૂંટણી યોજાઈ
બેંકની ચૂંટણીમાં અનેક મહારથીઓની પ્રતિષ્ઠા દાવ પર; મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલા અર્બન બેંકની ચૂંટણીના મામલે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કાવાદાવા અને એકબીજા પરના ગંભીર આક્ષેપો બાદ રવિવારે રસાકસીભરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં અનેક દાવવેદારોની શાખ દાવ પર લાગી હોય તેમ તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી મતદારોને રિઝવવાની કોશિશ છેલ્લા સમય સુધી ચાલુ રાખી હતી. હવે જોવાનું એ રહ્યું કે રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામમાં કયો પક્ષ બાજી મારી જાય છે. જોકે અર્બન બેંકની આ ચૂંટણીમાં વિકાસ પેનલનું પલડું ભારે હોઈ વિકાસ પૅનલ જીત હાંસલ કરી શકે તેમ આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અર્બન બેંકની ચૂંટણી પહેલાં ફરતા થયેલા પોસ્ટર બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે મહેસાણાની ધિ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ડિરેક્ટર પદ માટે આગામી પેટાચૂંટણીમાં વિકાસ પેનલને ટેકો આપ્યો હોવાનું પોસ્ટર ફરતું કરવામાં આવ્યું હતું જે બાબતે રજનીભાઈ પટેલે પોતાનો મત રજૂ કરતા સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. જેમાં એક પોસ્ટર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રજનીભાઇ પટેલે અર્બમ બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલને પોતાનો ટેકો આપ્યો હતો. જોકે, આ બાબતે રજનીભાઈ પટેલે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું જેમાં તેમણે આવો કોઈ ટેકો જાહેર કર્યો નથી તેમ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર