રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાની મહિલા પોલીસ તાલીમાર્થી સાથે છેતરપિંડી: UK વિઝાના નામે ₹25 લાખનો ચૂનો

મહેસાણાની મહિલા પોલીસ તાલીમાર્થી સાથે છેતરપિંડી: UK વિઝાના નામે ₹25 લાખનો ચૂનો

મહેસાણામાં અંગત સંબંધોમાં વિશ્વાસઘાત અને મોટી છેતરપિંડીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિદેશ જવા માટે વિઝાના કામકાજમાં બેન્ક બેલેન્સ દર્શાવવાના બહાને એક સંબંધીએ જ મહિલા પોલીસ ટ્રેઈની પાસેથી રૂ. ૨૫ લાખ પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રકમ પરત માંગવા પર આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાતા આખરે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર ભોગ બનનાર ૩૩ વર્ષીય ડોલીબેન હર્ષલકુમાર પટેલ, તેઓ મૂળ જોટાણા તાલુકાના કસલપુરા ગામના વતની છે અને હાલ મહેસાણાના રાધનપુર રોડ સ્થિત મંગલમૂર્તિ ટાઉનશિપમાં રહે છે. તેઓ હાલમાં જૂનાગઢ પી.ટી.સી. સેન્ટર ખાતે ગુજરાત પોલીસ વિભાગની તાલીમ મેળવી રહ્યા છે. છેતરપીંડી કરનાર આરોપી યશવંત રવિન્દ્રભાઈ પાનશે જે ડોલીબેનનો સંબંધી છે અને મધ્યપ્રદેશના બૈતુલ ખાતે રહે છે. આશરે પાંચેક મહિના પહેલા આરોપી યશવંત મહેસાણા ખાતે ડોલીબેનના ઘરે આવ્યો હતો. તેણે એવી રજૂઆત કરી હતી કે યુકેમાં રહેતી તેની બહેન શિવાની ગર્ભવતી હોવાથી, તેની દેખભાળ માટે પોતાના માતા-પિતાને યુકે મોકલવાના છે. આ માટે વિઝાની પ્રક્રિયામાં બેન્ક ખાતામાં રૂ. ૨૫ લાખનું બેલેન્સ બતાવવું અત્યંત જરૂરી છે. તેણે માત્ર ત્રણ મહિનામાં જ આ રકમ પરત કરી દેવાની ખાતરી આપી હતી. સંબંધી હોવાથી વિશ્વાસમાં આવીને ડોલીબેને પોતાના પતિના મિત્ર પાસેથી રૂ. ૨૫ લાખની વ્યવસ્થા કરી પોતાના ખાતામાં જમા કરાવ્યા. ત્યારબાદ તેમણે યશવંતને આ રકમનો ચેક આપ્યો, જે વટાવીને આરોપીએ નાણાં પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

નક્કી કરેલા ત્રણ મહિના વીતી જવા છતાં યશવંતે પૈસા પરત કર્યા ન હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે તેના માતા-પિતા પણ યુકે ગયા ન હતા. આથી ડોલીબેને પોતાની રકમ પરત માંગવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ખોટા વાયદા કર્યા બાદ યશવંત દસ દિવસમાં નાણાં પરત કરવાની વાત સાથે મહેસાણા ડોલીબેનના ઘરે પહોંચ્યો હતો. અહીં વાતચીત દરમિયાન તેણે ડોલીબેન અને તેમના પતિ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, જો ભવિષ્યમાં ફરીથી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી પણ આપી હતી. પોતાના જ સંબંધી દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં, અંતે ડોલીબેને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યશવંત રવિન્દ્રભાઈ પાનશે વિરુદ્ધ સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલ આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધીને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana City

સંબંધિત સમાચાર