કડી તાલુકાના મેડા આદરજ ગામની શેઠ આર.એચ હાઈસ્કૂલમાં તસ્કરોએ ચોરી કરી છે. સોમવારે સાંજે શાળા બંધ થયા બાદ મંગળવારે સવારે પટાવાળા દિનેશભાઈ પ્રજાપતિએ શાળામાં આવીને જોયું તો પાંચ રૂમના તાળા તૂટેલી હાલતમાં હતા. તેમણે તરત જ ઇન્ચાર્જ આચાર્ય ને જાણ કરી. આચાર્યએ શાળાના ટ્રસ્ટીઓને વાકેફ કર્યા અને તેઓ પણ સ્થળ પર પહોંચ્યા. તપાસમાં જાણવા મળ્યું કે આચાર્ય રૂમ, સ્ટાફ રૂમના લોકર્સ અને ઓફિસની તિજોરીના તાળા પણ તોડવામાં આવ્યા હતા. તસ્કરો વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ફી અને શાળાની અન્ય જરૂરિયાતો માટે રાખેલા કુલ રૂ.79,666ની રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા. બનાવની જાણ થતાં બાવળુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા; કડીના આદરજ ગામની હાઈસ્કૂલમાં તસ્કરોનો હાથ ફેરો

ટેગ્સ:#smugglers#Investigation#Community Impact#Police Action#Cash Theft#Kadi Taluka#School Security#School Theft#Adaraj Village#Bavlu Police#Principal's Room#Staff Room Lockers#Educational Institution Safety
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
1 અઠવાડિયા પહેલા
