મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
અંડર એજ ડ્રાઈવિંગ અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મુદ્દે મહેસાણા RTO દ્વારા કડક કાર્યવાહી કરી જાગૃતિનો પ્રયાસ

શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જાગૃતિ માટે સ્પેશિયલ ડ્રાઈવ; અંડરએજ ડ્રાઈવિંગ કરતાં બાળકોએ ટ્રાફિકના નિયમો જાણતા હોતા નથી તેમજ જવાબદારીની સભાનતાનો અભાવ હોઈ લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરી પોતાને તેમજ અન્યોને નુકશાન પહોંચાડે છે. જેથી એમના વાલીઓ અને બાળકોમાં આ બાબતે યોગ્ય જાગૃતિ ફેલાય એ માટે પ્રાદેશીક વાહન વ્યવહાય કચેરી દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
તા.17 જૂન અને 18 જૂન ના રોજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, મહેસાણા દ્વારા 8 સ્કુલોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું. જેમાં લાઈસન્સ વિના સ્કુલ તેમજ કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અનુસંધાને વહેલી સવારે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના કુલ 24 અધિકારીઓની 8 ટીમોએ આકસ્મિક ચેકીંગ હાથ ધરી લાઈસન્સ વિના વાહન ચાલકોને ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કુલ 120 વાહનોના 214 જેટલા ઓફેન્સ બુક કરવાની સાથે કુલ પાંચ લાખ સાત હજાર બસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
સાથે જ તમામ શાળાઓમાં આચાર્ય સાથે પણ સંવાદ કરી આવા બાળકોના વાલીઓની મિટિંગ તેમજ જનરલ વાલી મીટિંગમાં પણ આ બાબતો પર ભાર આપવા જણાવવામાં આવ્યું હતું. RTO માં દંડ ભરવા આવનાર વાલીઓ અને બાળકોનું પણ કચેરી ખાતે કાઉન્સેલિંગ કરી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આ બાબત3 જાગૃતિ આવે તે હેતુથી સમજણ આપવામાં આવી હતી.
આ ડ્રાઈવ અંતર્ગત મહેસાણા એ.આર.ટી.ઓ. સ્વપ્નિલ એમ.પટેલે જણાવ્યુ હતું કે શાળાએ જતા બાળકોની સેફટી જળવાય એ માટેની વાલીઓએ વધારે જાગૃત રહેવાની જરૂર છે. ગત વર્ષે પણ આવા કેસોમાં વાલીઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ આ બાબતે સંવેદનશીલ રહેવા વાલીઓને જિલ્લા તંત્ર વતી ફરી એકવાર અપીલ કરવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Traffic Violations#Motor Vehicle Act#safety regulations#Mehsana RTO#educational institutions#Under-age Driving#School Transportation Safety#Traffic Awareness Campaign#Random Checks#Parent-Child Responsibility#Fine Imposition#Regional Traffic Office
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
6 દિવસ પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ઊંઝા કોલેજનું ગૌરવ
1 અઠવાડિયા પહેલા
