મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં એક દાખલારૂપ અને લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત મદદગાર શખ્સને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ એક સગીરાને લગ્નની લાલચ આપી ગામમાંથી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કાયદેસરની કાર્યવાહી બાદ કેસ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ અને તેને આ ગુનામાં મદદ કરનાર ધર્મેન્દ્રસિંહ એમ બંનેને તકસીરવાન ઠેરવ્યા હતા. કોર્ટે આ ચુકાદા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માત્ર દુષ્કર્મ આચરનાર જ નહીં પરંતુ આવા ગુનામાં સાથ આપનાર સહ-આરોપી પણ સમાન સજાને પાત્ર છે. કોર્ટે બંને આરોપીઓને કડક સજાનો આદેશ આપ્યો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ રેખાબેન જોષીએ હાજર રહીને ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે કોર્ટ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક છે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે જરૂરી છે. સરકારી વકીલની રજૂઆતોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓને કડક સજાનો આદેશ આપ્યો હતો.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણામાં દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો : બે આરોપીઓને 20 વર્ષની કેદની સજા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં દિવાળી પર્વે ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ:વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા
2 દિવસ પહેલા
મહેસાણાઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોને લઈને બંધ રહેશે
4 દિવસ પહેલા
મહેસાણાસિદ્ધપુરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા વીજકર્મીના પરિવારને ₹૫ લાખનો વીમા ચેક અપાયો
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા એપીએમસી ખાતે ભારત સરકાર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી
1 અઠવાડિયા પહેલા
