રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના ખેલાડીઓએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ૭ મેડલ જીત્યા

મહેસાણાના ખેલાડીઓએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ૭ મેડલ જીત્યા

તાજેતરમાં ઉત્તરાખંડના મસૂરી ખાતે આયોજિત 'નેશનલ કરાટે ચેમ્પિયનશિપ'માં મહેસાણાના યુવા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત રાજ્ય અને મહેસાણા જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાની આ કરાટે સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી ૨૫૦થી પણ વધુ ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય બતાવવા મેદાનમાં ઉતર્યા હતા. આટલી મોટી સંખ્યામાં હરીફો હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતની ટીમ વતી મહેસાણાના ચાર ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. મહેસાણાના જાણીતા કરાટે કોચ શ્રી શક્તિ જયસ્વાલ પાસે સઘન તાલીમ મેળવેલા આ ખેલાડીઓમાં યક્ષ પટેલ, સૌમ્ય પટેલ, દ્વિજ રાવલ, પ્રાંશુ જયસ્વાકે ભાગ લીધો હતો. આ ચારેય ખેલાડીઓએ પોતાની શાનદાર રમત અને ચપળતાના આધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુલ ૩ ગોલ્ડ મેડલ અને ૪ સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા. રાષ્ટ્રીય સ્તરે આટલી મોટી સિદ્ધિ મેળવીને આ યુવા ખેલાડીઓએ મહેસાણા જિલ્લાનું તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ખેલાડીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ તેમના કોચ, પરિવારજનો તેમજ રમતગમત પ્રેમીઓ દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર