કડી શહેરના મધ્યમાં આવેલા ટાવર પાસે સ્થિત ખજાના ટ્રેડર્સમાં સેન્ટ્રલ જી.એસ.ટી વિભાગે મોટી તપાસ હાથ ધરી છે. બુધવારે સાંજે અચાનક જ જીએસટી અધિકારીઓની ટીમ પેઢી પર પહોંચી ગઈ હતી. છેલ્લા 20 વર્ષથી કાર્યરત આ પેઢી શ્રીદેવી છાપ તમાકુ અને છીંકણીનો વ્યાપાર કરે છે. અધિકારીઓએ આખી રાત પેઢીના હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ ગુરુવાર બપોર સુધી ચાલુ રહી હતી. બપોર બાદ તપાસ પૂર્ણ થતાં વેપારીએ પેઢીને તાળું મારી દીધું હતું. ગુરુવારે સવારે આ સમાચાર જાણતાં જ કડી શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જીએસટી અધિકારીઓએ કર ચોરીની આશંકાને પગલે આ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે સવારે પણ અધિકારીઓએ દુકાનનું અડધું શટર પાડીને તપાસ ચાલુ રાખી હતી.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણા; કડીમાં જી.એસ.ટી વિભાગના દરોડા તમાકુ સહિત વેપારીઓમાં ફફડાટ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana District#Business Compliance#Kadi City#GST Raid#Khajana Traders#Tax Evasion Investigation#Tobacco Trade#Sridevi Print Tobacco#Central GST Department#Trader Reaction
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
6 દિવસ પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ઊંઝા કોલેજનું ગૌરવ
1 અઠવાડિયા પહેલા
