રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા; મારામારીની લુંટ ધાડ કેસમાં નાસતા ફરતા ચાર આરોપીની ધરપકડ

મહેસાણા; મારામારીની લુંટ ધાડ કેસમાં નાસતા ફરતા ચાર આરોપીની ધરપકડ

મહેસાણા જિલ્લાના પેરોલ ફર્લો સ્કોડે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સ્કોડે વર્ષ 2023માં લૂંટ, ધાડ અને મારામારીના કેસમાં નાસતા ફરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. મળેલી બાતમીના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ આરોપીઓમાં કુરેશી જીયાન ઉર્ફે બજાજ આરીફભાઇ મહમદમીયા (રહે. સીન્ધી વાડા), કલાલ મોહસિન નસીબભાઇ જાફરખાન (રહે. તંબોળી બહુચર માનો ખાચો) અને મનસુરી ઇનાયત ઉર્ફે છોટા કટી યુનુસભાઇ (રહે.ધુમ્મટીયા પાછળ છીપવાડ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને કડી જુની હોમગાર્ડ ઓફીસ પાસેથી પકડવામાં આવ્યાં હતા. સ્કોડના પોલીસને મળેલી માહિતીના આધારે ચોથા આરોપી ધાંચી સફાન સમીરભાઇ યુસુફભાઈની ધરપકડ કરવામાં આવી. તે પીરબોરડી મોટી વોરવાડનો રહેવાસી છે અને હાલમાં રહેમત રેસીડન્સી, કલોલમાં રહે છે. તેને છત્રાલ રોડ પરની શેરા કંપની નજીકથી પકડવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે કડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર