રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા જિલ્લા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે ૨૩ મેના રોજ ચૂંટણી

મહેસાણા જિલ્લા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે ૨૩ મેના રોજ ચૂંટણી

ભાજપની સ્પષ્ટ બહુમતી, પ્રમુખ પદ માટે બે નામો ચર્ચામાં

મહેસાણા જિલ્લા પંચાયતના શાસનધૂરા સંભાળનારા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા આગામી ૨૩ મે, શનિવારના રોજ હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને બપોરે ૧૨ વાગ્યે ચૂંટણી પ્રક્રિયા યોજાનાર છે, જ્યારે રસ ધરાવતા દાવેદારો તેના આગલા દિવસે એટલે કે ૨૨ મેના રોજ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે.

તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ ૪૨ બેઠકોમાંથી બે બિનહરીફ બેઠકો સહિત ભાજપે કુલ ૩૮ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખની બેઠક સામાન્ય (જનરલ) કેટેગરી માટે અનામત હોવાથી, આ રેસમાં બે મુખ્ય ચહેરાઓ મોખરે છે. જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન પટેલ અને લાંબા સમય બાદ કોંગ્રેસના ગઢ ગણાતી લિંચ બેઠક આંચકીને વિજેતા બનેલા મનોજ પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. બીજી તરફ, જ્ઞાતિ આધારિત સમીકરણોને સંતુલિત કરવા માટે ઉપપ્રમુખનું પદ ઠાકોર સમાજના ફાળે જાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના હશે જ્યાં પ્રમુખની પસંદગી ચોથા શનિવારે એટલે કે સરકારી રજાના દિવસે થવા જઈ રહી છે. ૨૩ મેના રોજ યોજાનારી આ પ્રક્રિયાને કારણે સંબંધિત તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કચેરીમાં હાજર રહેવું પડશે. ઉમેદવારી પત્ર અને ચકાસણીની પ્રક્રિયા નિયત કરાયેલા સમયપત્રક અનુસાર, પ્રમુખ અને ઉપપ્રમુખ પદના દાવેદારોએ ૨૨ મેના રોજ બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં પોતાના ફોર્મ સબમિટ કરવાના રહેશે. ત્યાર બાદ તુરંત જ ફોર્મની ચકાસણી (સ્ક્રુટીની) હાથ ધરાશે. જો માત્ર એક જ ઉમેદવારનું ફોર્મ આવશે અથવા મુખ્ય ઉમેદવાર સાથે ભરાયેલું ડમી ફોર્મ પરત ખેંચાશે, તો માત્ર એક જ માન્ય ફોર્મના આધારે આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખની બિનહરીફ વરણીની જાહેરાત ૨૩ મેના રોજ બપોરે ૧૨ વાગ્યે જિલ્લા પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સત્તાવાર રીતે કરવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર