રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા22 મે, 2026| Super Admin

મહેસાણા ક્રિકેટ ગ્રાઉન્ડ વિવાદ: એજન્સી નોટિસ છતાં બેફામ, સરકારી તિજોરી લૂંટાઈ!

મહેસાણા ક્રિકેટ ગ્રાઉન્ડ વિવાદ: એજન્સી નોટિસ છતાં બેફામ, સરકારી તિજોરી લૂંટાઈ!

વિજાપુરની એરા માઉન્ટ એન્ટરપ્રાઈઝ એજન્સી ઘોર બેદરકારી

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ. ૧૪ કરોડ કરતાં વધુના માતબર ખર્ચે તમામ આધુનિક સગવડોથી સજ્જ ભવ્ય ‘સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રાઉન્ડના સંચાલન અને દેખરેખની જવાબદારી છેલ્લા બે વર્ષથી વિજાપુરની ‘એરા માઉન્ટ એન્ટરપ્રાઈઝ’ નામની એજન્સીને સોંપવામાં આવી છે. કરાર મુજબ, એજન્સીએ સ્ટેડિયમના તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યોગ્ય જાળવણી કરવાની સાથે દર મહિને મનપાને જીએસટી સહિત રૂ. ૧ લાખની રકમ ચૂકવવાની હતી.

એજન્સી દ્વારા સ્ટેડિયમની યોગ્ય માવજત રાખવામાં આવતી ન હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. હાલમાં ગ્રાઉન્ડની યોગ્ય સારસંભાળના અભાવે મોટાભાગનું લીલુંછમ ઘાસ સુકાઈ ગયું છે, જે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે એવી પણ ફરિયાદો ઉઠી છે કે એજન્સી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટે નિર્ધારિત દર કરતાં વધુ ભાડું વસૂલીને ટેન્ડરની શરતોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ટુર્નામેન્ટો યોજીને લાખો રૂપિયાની કમાણી કરતી આ એજન્સીએ ફેબ્રુઆરી ૨૦૨૫થી મનપાને ચૂકવવાનું થતું માસિક ભાડું ચૂકવ્યું નથી. લાંબા સમયથી ભાડું ન મળતાં, મનપા તંત્રએ વારંવાર નોટિસો ફટકારી હતી. છેલ્લે માર્ચ મહિનામાં એજન્સીને 'આખરી નોટિસ' આપીને ૭ દિવસમાં રૂ. ૧૩ લાખથી વધુની બાકી રકમ જમા કરાવવા તાકીદ કરાઈ હતી. નોટિસમાં એવી પણ ચેતવણી અપાઈ હતી કે જો રકમ નહીં ભરાય તો કરાર રદ કરીને ગ્રાઉન્ડ પાછું લઈ લેવાશે અને બાકી રકમ સિક્યોરિટી ડિપોઝિટમાંથી કાપી લેવાશે. મનપા દ્વારા છેલ્લી નોટિસ આપ્યાને બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી એજન્સી સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. લાખો રૂપિયાની સરકારી આવક બાકી હોવા છતાં તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી આ ઢીલી નીતિને કારણે શહેરીજનોમાં અનેક તર્ક-વિતર્કો અને ચર્ચાઓ જાગી છે.

સંબંધિત સમાચાર