રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં ₹1 કરોડથી વધુના સાઇબર ફ્રોડ કેસમાં પત્નીના નામે કૌભાંડ કરનાર આરોપીના જામીન નામંજૂર

મહેસાણામાં ₹1 કરોડથી વધુના સાઇબર ફ્રોડ કેસમાં પત્નીના નામે કૌભાંડ કરનાર આરોપીના જામીન નામંજૂર

પત્નીના બેન્ક ખાતાનો ગુનાહિત ઉપયોગ કરતો હતો

મહેસાણામાં પત્નીના નામે મ્યુલ એકાઉન્ટ ખોલાવી તેનો સાઇબર ક્રાઇમ અને છેતરપિંડીના ગુનામાં ઉપયોગ કરવાના મામલે મહેસાણા સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આશરે રૂપિયા ૧ કરોડ કરતા પણ વધુ રકમના સાઇબર ફ્રોડના ગંભીર ગુનામાં હાલ જેલમાં બંધ મુખ્ય આરોપી હિરેન પટેલની આફ્ટર ચાર્જશીટ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.

આ કેસની વિગત એવી છે કે આરોપી હિરેન પટેલે કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે પોતાની પત્નીના નામે બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટનો ઉપયોગ સાઇબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા અને છુપાવવા માટે કરતો હતો. તપાસ દરમિયાન આ ખાતામાંથી એક કરોડથી વધુની માતબર રકમના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા, જે સાઇબર ગુનાખોરી સાથે સીધા જોડાયેલા હતા. આરોપી દ્વારા મુકવામાં આવેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ પરેશકુમાર કે. દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ એક સુનિયોજિત રીતે આચરવામાં આવેલું કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ છે. સાઇબર ફ્રોડના આવા ગંભીર ગુનાઓ સમાજ અને અર્થતંત્ર માટે નુકસાનકારક છે, અને ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોવા છતાં આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયના હિતમાં નથી. 

સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની સચોટ દલીલો અને પોલીસ તપાસના પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મહેસાણા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એમ.એફ. ખત્રી દ્વારા આરોપી હિરેન પટેલની આફ્ટર ચાર્જશીટ જામીન અરજી સખત શબ્દોમાં ફગાવી દેવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાથી સાઇબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mehsana#Fraud Case

સંબંધિત સમાચાર