રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા14 મે, 2025| Super Admin

મહેસાણા એલસીબી પોલીસે કડીનાં બાવલું પોલીસની હદ માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો

મહેસાણા એલસીબી પોલીસે કડીનાં બાવલું પોલીસની હદ માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં મહેસાણા એલસીબીની ટીમે જેતપુરા નજીકમાં આવેલી જીઆઇડીસીમાં ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી વિદેશી દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન ટ્રક સહિત 20 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે બાવલુની સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એલસીબી પોલીસે સપાટો બોલાવી દેતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ કડીના બાવલું પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જેતપુરામાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે જેમાં જેતપુરા જીઆઇડીસીમાં એલસીબી પોલીસની ટીમે ટ્રકનો પીછો કરી 6348 જેટલી દારૂની બોટલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ પાછળ પડી હોવાની જાણ થતાની સાથે જ ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહેસાણા એલસીબી પોલીસે કડી તાલુકાના જેતપુરા જીઆઇડીસી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રકને પકડી પાડ્યું છે. એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે દેત્રોજથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે એલસીબી પોલીસની ટીમ દ્વારા આ ટ્રકનો દૂર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડવામાં આવ્યો હતો. જેમાંથી મોટી માત્રામાં વિદેશી બનાવટની દારૂની બોટલો મળી આવતા ટ્રક સહિત કુલ 20 લાખ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર