રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા ફ્રૂટ માર્કેટમાં ભીષણ આગ: કેરી ભરેલી ટ્રક અને ગોડાઉનો બળીને ખાખ

મહેસાણા ફ્રૂટ માર્કેટમાં ભીષણ આગ: કેરી ભરેલી ટ્રક અને ગોડાઉનો બળીને ખાખ

મહેસાણા સ્થિત ગંજબજારના ફ્રૂટ માર્કેટમાં ગુરુવારની બપોરે એકાએક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. તામિલનાડુ રાજ્યમાંથી આશરે ૨૦ ટન જેટલી કેરીનો જથ્થો ભરીને આવેલી એક ટ્રક ગોડાઉનના શેડ નીચે ઊભી હતી, જેમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ફળો ભરવા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના કેરેટ્સના કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આજુબાજુના પાંચથી છ ગોડાઉનના શેડને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ઉડતા જોઈને સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા બજારના વેપારીઓ, એપીએમસીના સેક્રેટરી પ્રવિણભાઈ પટેલ, અન્ય આગેવાનો અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગનું વિકરાળ સ્વરૂપ જોતા મહેસાણા મહાનગરપાલિકા અને ઓએનજીસી (ONGC) ની ફાયર બ્રિગેડ ટીમોને મદદે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના ચાર જેટલા ફાઈટર બ્રાઉઝર્સ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરના જવાનોએ સતત ત્રણ કલાકની ભારે જહેમત અને ૬૫ હજાર લિટર કરતાં વધારે પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે આ વિકરાળ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

આ આગની દુર્ઘટનામાં માલસામાનનું મોટા પાયે નુકસાન થયું છે. આગ એટલી પ્રચંડ હતી કે ગોડાઉનના તમામ શેડ, મોટી સંખ્યામાં રહેલા પ્લાસ્ટિકના કેરેટ્સ, કેરીથી ખચાખચ ભરેલી આખી ટ્રક અને એક વેપારીની આઈસર ગાડી સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. જોકે, લાખો રૂપિયાનો માલ બળીને રાખ થઈ ગયો હોવા છતાં, આ સમગ્ર ઘટનામાં એક મોટી રાહતની વાત એ રહી કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ ન હતી અને સદનસીબે લોકોનો આબાદ બચાવ થયો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર